
‘વેદ વિષે આટલું જરૂરથી જાણો!’ પુસ્તકમાં માનવતાની સૌથી અનમોલ ધરોહર “વેદ” વિષેનાં કેટલાંક સત્ય વચનો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે.
પુસ્તકમાં દરેક સત્ય વચનનું સંક્ષિપમાં વર્ણન અને સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આ સંક્ષિપ વર્ણન વાચકોમાં ઘણી જિજ્ઞાસા પેદા કરશે અને વિસ્મય કરનારા સંસારના સૌથી વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક ગ્રંથના – વેદ - અનમોલ રત્નોને જાણવા માટે પ્રેરીર કરશે.
પુસ્તકમાં વેદની ઉત્પત્તિ, નિત્યતા અને દિવ્યતા વિષે કેટલાંક તથ્યો આપવામાં આવ્યાં છે. પુસ્તકમાં વેદમાં સમાવિષ્ટ જ્ઞાન અને તેની સંરક્ષણની પદ્ધતિ વિષે ટુકમાં ચર્ચા કરવામાં આવી છે. વેદ સમસ્ત પ્રાણીમાત્ર અને પ્રકૃતિ સાથે કેવો વ્યવહાર કરવાનું કહે છે તે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ નાની પુસ્તકમાં વેદમાં સમાવિષ્ટ માનવતા, સહનશીલતા, સામાજિક સમાનતા, સ્ત્રીના અધિકાર, એકતા જેવા વિષયો પર ટુકમાં ચર્ચા કરવામાં આવી છે.
ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવવાનો માર્ગ વેદમાંથી પસાર થાય છે. આથી આ પુસ્તક વાંચો અને માનવતાની સૌથી પ્રાચીન અને અનમોલ ધરોહર – વેદ – તમારી પાસે હોવાનો ગર્વ કરી તમારું પારિવારિક, સામાજિક, ભૌતિક અને આધ્યત્મિક જીવન સુખમય બનાવવા માટે પ્રયત્નશીલ બનો.
આના સિવાય બીજો કોઈ રસ્તો નથી!
Author : Sanjeev Newar Language : Gujarati Version : Paperback Book Size: 5.5" x 8.5" Pages : 69 ISBN : 978-81-941121-9-8 |